જામનગરમાં શનિવારે આકાશમાં સર્જાશે અદભૂત્ 'પ્લેનેટ પરેડ', એકસાથે 6 ગ્રહો નિહાળવાની સુવર્ણ તક
જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગરના નભો મંડળમાં શનિવારે (28મી ફેબ્રુઆરી) સાંજે ''પ્લેનેટ પરેડ''ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં શનિવારે સાંજે 6:00થી 7:00 વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગત
ખગોળીય ઘટના


જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : જામનગરના નભો મંડળમાં શનિવારે (28મી ફેબ્રુઆરી) સાંજે 'પ્લેનેટ પરેડ'ની ખગોળીય ઘટના સર્જાવા જઈ રહી છે. જેના નિદર્શન માટેનો જામનગરના પ્રદર્શન મેદાનમાં શનિવારે સાંજે 6:00થી 7:00 વાગ્યા દરમિયાન ખગોળ મંડળ જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા જુદા જુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવી નિદર્શનનો કાર્યકમ યોજાશે. ખગોળ પ્રેમીઓને બુધ, ગુરુ, શુક્ર, નેપચ્યુન ગ્રહ, યુરેનશ અને શનિ ગ્રહ સહિતના અલગ અલગ ગ્રહોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવાશે.

જામનગર સહિતના ખગોળ પ્રેમીઓ માટે આવનારા 10 દિવસ અગત્યના રહેશે. જે પૈકી સૌ પ્રથમ 28મી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે 6:00 વાગ્યાથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં 6 ગ્રહો એક સાથે હાજર રહેશે. જે 6 ગ્રહોની હાજરી એ માત્ર આકાશી નઝારો નથી, પરંતુ ખગોળપ્રેમીઓ માટે નવી ઉત્સુકતા પ્રેરક પ્રસંગ છે. જ્યારે ફોટોગ્રાફરો માટે સર્જનાત્મક પળ બની રહેશે અને બાળકો માટે નવી પ્રેરણા બની શકે છે.

28મી ફેબ્રુઆરીના રોજ સૂર્યાસ્ત બાદ પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ક્ષિતિજ તરફ આકાશમાં સૂર્યમાળાના 6 ગ્રહોની હાજરી રહેશે. આ ઘટના ને ખગોળની ભાષામાં પ્લેનેટરી પરેડ અથવા પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવામાં આવે છે. આ દિવસે બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ, અને ગુરુ એક ખગોળીય પટ્ટામાં ગોઠવાયેલા દેખાશે.

બ્રહ્માંડની દ્રષ્ટિએ આ ગોઠવણી સરળ રેખામાં નથી હોતી, પરંતુ પૃથ્વી ઉપરથી જોતા ક્રાન્તીવૃતની આસપાસ ગોઠવાયેલા દેખાય છે. સૂર્યમાળાના તમામ ગ્રહો લગભગ એકજ સમતલમાં પરિભ્રમણ કરે છે, તેથી ક્યારેક અમુક ગ્રહો એક જ વિસ્તારમાં ગોઠવાયેલા દેખાય છે ત્યારે પ્લેનેટરી એલાઇનમેન્ટ કહેવામાં આવે છે.

દરેક ગ્રહોનો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનો સમય અલગ-અલગ હોય છે, જેમ કે બુધ 88 દિવસમાં, શુક્ર 225 દિવસ, પૃથ્વી 365 દિવસ, ગુરુ 12 વર્ષ અને શનિ 28 વર્ષે સૂર્યની પરિક્રમા કરે છે. તેથી આ તમામ ગ્રહો ક્યારેય એક એક સાથે આકાશમાં દેખાય. આ ઘટના દર વર્ષે થાય તેવું નથી, વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સાંજના સમયે 6 ગ્રહો આપણા આકાશમાં હાજર હતા, જ્યારે આ વર્ષે મંગળ ગ્રહના સ્થાને બુધ દેખાશે.

ગયે વર્ષે 25મી જાન્યુઆરીના રોજ આવી રીતે 6 ગ્રહો શહેરના પશ્ચિમ આકાશમાં પરેડ રૂપે એકઠા થયેલા જોવા મળ્યા હતા. આ ખગોળના નઝારાને નિહાળવા માટે પાંચ ટેલિસ્કોપ દ્વારા જાહેર જનતાને ખગોળ મંડળ જામનગર, રંગતાલી ગ્રુપ, તથા એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ, દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો હજારોની સંખ્યામાં ખગોળ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ વખતે પણ જુદા જુદા 4 ટેલિસ્કોપ ગોઠવીને 28મી ફેબ્રુઆરીના રોજ પ્રદર્શન મેદાન ખાતે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

શનિવારે ફાગણ સુદ બારસનો ચંદ્ર 92 ટકા પ્રકાશિત પૂર્વ આકાશમાં ઊંચે કર્ક રાશિના બીહી ક્લસ્ટર પાસે જોવા મળશે, આ ક્લસ્ટરને બાઈનોક્યુલર થકી જોઈ શકાશે. ખગોળીય દ્રષ્ટિ એ અમુક ગ્રહો સાથે હાજર હોય તે સામાન્ય છે. પરંતુ 6 ગ્રહો એક સાથે સાંજ ના સમયે દેખાય એ વારંવાર નથી બનતું, દરેક ગ્રહો એક સરળ રેખામાં ગોઠવાયેલા હશે, એ હકીકતે દ્રષ્ટિભ્રમ છે, હકીકતે આ તમામ ગ્રહો અવકાશમાં એક બીજથી લાખો-કરોડો કિલોમીટર દૂર જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande