જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 26 ફેબ્રુઆરી (હિ.સ.) જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૩ અરજીનો સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વર
જિલ્લા કલેકટર  અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતામાં


જુનાગઢ 26 ફેબ્રુઆરી (હિ.સ.) જુનાગઢ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા ના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવેલ ૨૩ અરજીનો સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના નવા પ્લોટ ફાળવવા, દસ્તાવેજી ક્ષતિ સુધારવા, પ્રમોલગેશનની ક્ષતિ સુધારવા, જાહેર રસ્તાઓ ખુલ્લા કરવા, નવા વીજ કનેક્શન આપવા, પ્રોપર્ટીકાર્ડ આપવા જેવા પ્રશ્નોનોનુ નિવારણ લાવવા જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓ સાથે અરજદારની હાજરીમા વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવ્યું હતું.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરએ સંબંધિત અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું હતું કે નાગરિકો તેમજ જાહેર હિતલક્ષી ફરિયાદો નું સમય મર્યાદામાં નિકાલ લાવી શકાય તે માટે જે તે સ્થળ પર રૂબરૂ જઈ અને જરૂરી જાહેર કેમ્પ કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંલગ્ન વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande