
બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : બોટાદ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. તે અંતર્ગત બોટાદ જિલ્લાના PHC ભીમનાથ તેમજ ચોકડી ગામ ખાતે CDHO દ્વારા મમતા દિવસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ વિવિધ સેવાઓ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.મુલાકાત દરમિયાન CDHO મેડમ કર્મચારીઓની હાજરી નોંધાવી અને સમયપાબંદી અંગે સૂચનાઓ આપી. સાથે જ ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યા, આપવામાં આવતી સારવાર અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. લેબોરેટરી સેવાઓની કામગીરી, જરૂરી ટેસ્ટોની સુવિધા અને રિપોર્ટિંગ વ્યવસ્થા અંગે પણ તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. તે ઉપરાંત RCH કાર્યક્રમ, FP, NVBDCP તેમજ NCD અંતર્ગત ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
ખાસ કરીને જોખમી સગર્ભા મહિલાઓની ઓળખ, તેમની નિયમિત તપાસ, જરૂરી રિફરલ અને અનુસરણ બાબતે તંત્રને વધુ સતર્ક રહેવા સૂચન આપવામાં આવ્યું. ચોકડી ગામ ખાતે મમતા દિવસ દરમિયાન ગર્ભવતી મહિલાઓ અને બાળકોને આપવામાં આવતી રસીકરણ, પોષણ માર્ગદર્શન અને આરોગ્ય સલાહ અંગે પણ CDHO મેડમશ્રીએ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે અને લાભાર્થીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવી નિયમિત મુલાકાતો થકી આરોગ્ય વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT