મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 50042 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. સમગ્ર જિલ્લામાં પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. આ વર્ષે જિલ્લામાં કુલ 50042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્
મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 50042 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આજે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. સમગ્ર જિલ્લામાં પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. આ વર્ષે જિલ્લામાં કુલ 50042 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10ના 43 કેન્દ્રોના 1046 બ્લોકમાં 30106 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 21 કેન્દ્રોના 537 બ્લોકમાં 16079 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 9 કેન્દ્રોના 200 બ્લોકમાં 3857 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે.પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં 76 ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.પરીક્ષાના પ્રથમ દિવસે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande