મહેસાણા કલેકટર સમક્ષ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 72 પ્રશ્નોની રજૂઆત, ત્વરિત નિરાકરણના આદેશ
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યોજાતા આ કાર્યક્રમનો હેતુ લોકોને જિલ્લા કક્ષાના પ્રશ્નો મ
મહેસાણા કલેકટર સમક્ષ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 72 પ્રશ્નોની રજૂઆત, ત્વરિત નિરાકરણના આદેશ


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યોજાતા આ કાર્યક્રમનો હેતુ લોકોને જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે અને સ્થાનિક સ્તરે જ તેમની સમસ્યાનો ઉકેલ મળી રહે તેવો છે.

કાર્યક્રમ દરમિયાન કલેકટર એસ.કે. પ્રજાપતિએ અરજદારોની રૂબરૂ રજૂઆત સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં દબાણ દૂર કરાવવું, જમીન માપણી, રીસર્વે કામગીરી, કાચા રસ્તાને સીસી રોડમાં ફેરવવા, નર્મદા કેનાલ લીકેજથી પાકને થયેલ નુકસાન, ગટર વ્યવસ્થાપન, ઓ.એન.જી.સી. જમીન સંપાદન અને વળતર સહિત કુલ 72 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

કલેકટરે અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપી અને અસરકારક રીતે ઉકેલ લાવવા ભાર મુક્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટર જશવંત કે. જેગોડા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande