
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે 27 ફેબ્રુઆરી ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા ખાતે યોજાશે. ભરતી મેળો સવારે 11:00 કલાકથી શરૂ થશે.
આ ભરતી મેળામાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેથી જિલ્લામાં બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવાની ઉત્તમ તક મળશે. ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક પ્રમાણપત્રો, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારોને પૂર્વ નોંધણી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. ઉમેદવારો https://forms.gle/3T3sQcFD9XBMYKsP8� લિંક પર જઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR