પાલડી ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સીસી રોડ તૂટ્યો, ગ્રામજનોમાં રોષ
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગર તાલુકાના પાલડી ગામથી ક્રિયેટરને જોડતા એપ્રોચ રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગામનો મુખ્ય સીસી રોડ તૂટી જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ભારે વાહનો દ્વારા ઓવરલોડ મટીરિયલ લઈ જવામાં આવતા
પાલડી ગામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સીસી રોડ તૂટ્યો, ગ્રામજનોમાં રોષ


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) વિસનગર તાલુકાના પાલડી ગામથી ક્રિયેટરને જોડતા એપ્રોચ રોડની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગામનો મુખ્ય સીસી રોડ તૂટી જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ભારે વાહનો દ્વારા ઓવરલોડ મટીરિયલ લઈ જવામાં આવતા રોડ અનેક સ્થળોએ નુકસાન પામ્યો છે, જેના કારણે ગામની ગટરલાઇન અને પીવાના પાણીની લાઇનને પણ નુકસાન પહોંચ્યું છે.

ગટરલાઇન તૂટી જતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા સ્વચ્છતા અને આરોગ્ય અંગે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામના સરપંચ જીતુ ચૌધરી સહિત ગ્રામજનોએ આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ગ્રામજનોએ કામની ગુણવત્તા ચકાસવા ટેન્ડરની નકલ માગી હતી, પરંતુ તે પણ આપવામાં આવી ન હતી.

આ મામલે તાલુકા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર હિરેન પટેલે જણાવ્યું હતું કે પાલડી ગામની સ્થિતિ અંગે માહિતી મળી છે અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક રોડ અને પાણીની લાઇનનું સમારકામ કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ વિકાસકામોમાં ગુણવત્તા જળવાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande