બાગાયતી ખેતી અને સોશિયલ મીડિયા માર્કેટિંગથી સફળતા: મહેસાણા પાસે આવેલા અમરપુરાના રણછોડજી ઠાકોર બન્યા ‘ડિજિટલ ખેડૂત’
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા પાસે આવેલા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના અમરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત રણછોડજી મફાજી ઠાકોર બાગાયતી ખેતી અને સોશિયલ મીડિયા માર્કેટિંગના કારણે ‘ડિજિટલ ખેડૂત’ તરીકે આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી ત
બાગાયતી ખેતી અને સોશિયલ મીડિયા માર્કેટિંગથી સફળતા: મહેસાણા પાસે આવેલા અમરપુરાના રણછોડજી ઠાકોર બન્યા ‘ડિજિટલ ખેડૂત’


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા પાસે આવેલા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના અમરપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત રણછોડજી મફાજી ઠાકોર બાગાયતી ખેતી અને સોશિયલ મીડિયા માર્કેટિંગના કારણે ‘ડિજિટલ ખેડૂત’ તરીકે આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી તેઓ પોતાની અંદાજે 10 વીઘા જમીનમાં તરબૂચ, ટામેટાં, મરચાં, શક્કરટેટી અને ગલગોટા જેવા રોકડિયા પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરી રહ્યા છે.

રણછોડજીએ ટપક સિંચાઈ, મલચિંગ અને જીવામૃત જેવી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી ખર્ચમાં ઘટાડો કર્યો છે. તેઓ વીઘા દીઠ ₹20 હજારથી ₹25 હજાર ખર્ચ સામે ₹1 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. બાગાયત વિભાગના માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તેમની ખેતી વધુ નફાકારક બની છે.

ખેતી સાથે તેઓ સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. ‘જય જવાન, જય કિસાન’ના સૂત્ર સાથે તેઓ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખેતીના વીડિયો શેર કરી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપે છે અને પોતાની ઉપજનું સીધું માર્કેટિંગ કરી યોગ્ય ભાવ મેળવે છે.

રણછોડજીની આ સફળતા મહેસાણા નજીકના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande