હાઈટેક ટેક્નોલોજીથી કાર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો મહેસાણામાં ઝડપાયા,15.43 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાઈવે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી કાર ચોરી કરી મુંબઈમાં વેચાણ કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસએ નાગલપુર કોલેજ ત્રણ રસ્ત
હાઈટેક ટેક્નોલોજીથી કાર ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતો મહેસાણામાં ઝડપાયા, ₹15.43 લાખનો મુદ્દામાલ જપ્ત


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાઈવે પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી કાર ચોરી કરી મુંબઈમાં વેચાણ કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસએ નાગલપુર કોલેજ ત્રણ રસ્તા નજીકથી સલીમ નાનું યામીન પઠાણ અને સૈયદ ઈફાજુલ હસનની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીની ત્રણ કાર સહિત કુલ ₹15.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી સલીમ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલો હોવા છતાં હાઈટેક ટેબલેટ અને સોફ્ટવેરની મદદથી કાર હેક કરી ચોરી કરતો હતો. ગેંગ રાત્રે પાર્ક કરેલી કારના લોક તોડી ટેબલેટ દ્વારા સ્ટેરિંગ અનલોક કરી કાર લઈને ફરાર થઈ જતી હતી.પોલીસે એક સ્વિફ્ટ ડિઝાયર અને બે બલેનો કાર, 4 મોબાઈલ, 10 માસ્ટર કી, વાઈફાઈ રાઉટર અને હેકિંગ માટે વપરાતું ટેબલેટ કબ્જે કર્યું છે. DySP હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું કે આરોપીઓ અગાઉ પણ 10થી વધુ કાર ચોરી કરી ચૂક્યા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સરફરાજ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande