મધમાખી પાલન ઉદ્યોગ માટે 33 ખેડૂતોને તાલીમ, આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું
મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં મધમાખી પાલન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના કુલ 33 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. તાલીમ દરમિયાન ખેડૂતો
મધમાખી પાલન ઉદ્યોગ માટે 33 ખેડૂતોને તાલીમ, આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું


મધમાખી પાલન ઉદ્યોગ માટે 33 ખેડૂતોને તાલીમ, આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું


મધમાખી પાલન ઉદ્યોગ માટે 33 ખેડૂતોને તાલીમ, આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું


મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં મધમાખી પાલન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના કુલ 33 ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. તાલીમ દરમિયાન ખેડૂતોને મધમાખી પાલનની આધુનિક પદ્ધતિઓ, મધનું ઉત્પાદન, સંભાળ અને માર્કેટિંગ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમમાં નિષ્ણાતો દ્વારા મધમાખીના વિવિધ પ્રકારો, મધ ઉત્પાદન વધારવાની રીતો અને ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતે મેળવી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત મધમાખી પાલનને વ્યવસાય તરીકે અપનાવી ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે તે માટે પ્રેક્ટિકલ નિદર્શન પણ કરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ યોજનાનો લાભ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મધમાખી પાલન ખેતી સાથે જોડાયેલ એક ઉત્તમ પૂરક વ્યવસાય છે, જે ખેડૂતોને વધારાની આવક આપીને આત્મનિર્ભર બનાવે છે.

આ તાલીમના કારણે ખેડૂતોમાં નવા વ્યવસાય પ્રત્યે રસ વધ્યો છે અને આવનારા સમયમાં મધમાખી પાલન ક્ષેત્રે વધુ વિકાસ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande