ચંદ્રાવતીમાં ખેડૂતો માટે આધુનિક ખેતી તાલીમ યોજાઈ
પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામે 26 ફેબ્રુઆરી, 2026ના રોજ આત્મા કચેરી દ્વારા જિલ્લાના ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન સિદ્ધપુર તાલુકાના આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમમાં આધુનિક ખેતી પદ્ધતિ
ચંદ્રાવતીમાં ખેડૂતો માટે આધુનિક ખેતી તાલીમ યોજાઈ


પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામે 26 ફેબ્રુઆરી, 2026ના રોજ આત્મા કચેરી દ્વારા જિલ્લાના ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ આયોજન સિદ્ધપુર તાલુકાના આત્મા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમમાં આધુનિક ખેતી પદ્ધતિઓ, બાગાયત અને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના વિષય નિષ્ણાત સચિનભાઈ દરજી અને વડા ઉપેશકુમાર પટેલે ખેડૂતોને સંબોધિત કરી ઉત્પાદન વૃદ્ધિ માટે નવી ટેકનિક અપનાવવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના પ્રતિનિધિ અનંતભાઈ પટેલે માઇક્રો ઇરીગેશન (ટપક સિંચાઈ) પદ્ધતિના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે ઓછા પાણીએ વધુ ઉત્પાદન મેળવવા અને પાણી બચત માટે ટપક સિંચાઈના ફાયદા સમજાવ્યા હતા. સાથે જ સરકાર દ્વારા મળતી સબસીડી યોજનાઓ અને તેની પ્રક્રિયા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તાલીમના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં ખેડૂતોની મૂંઝવણો દૂર કરવામાં આવી હતી. સિદ્ધપુર આત્મા સ્ટાફે ખેડૂતોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તેમને આધુનિક અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande