દિવ્યાંગજનોને સશક્ત બનાવવા વિશાળ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન
બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વાવલંબન તરફ આગળ વધારવા માટે ગઢડા ખાતે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ALIMCO જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તથા Indian Oil (CSR) ના સહયોગથી ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકાના કુલ ૩૧૫ દિવ્યાંગજનો માટ
કેમ્પ નું આયોજન


બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : દિવ્યાંગ ભાઈ-બહેનોને સ્વાવલંબન તરફ આગળ વધારવા માટે ગઢડા ખાતે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ALIMCO જિલ્લા વહીવટી તંત્ર બોટાદ તથા Indian Oil (CSR) ના સહયોગથી ગઢડા, રાણપુર અને બરવાળા તાલુકાના કુલ ૩૧૫ દિવ્યાંગજનો માટે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ ૨૭-૦૨-૨૦૨૬ (શુક્રવાર) ના રોજ બપોરે ૦૧:૩૦ કલાકે પી.ટી.સી. કોલેજ, પીપલાવાડી, બોટાદ રોડ, ગઢડા ખાતે યોજાશે. કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારના સહાયક ઉપકરણો જેમ કે ટ્રાઈસાયકલ, વ્હીલચેર, શ્રવણયંત્ર, કૃત્રિમ અંગો તેમજ અન્ય જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવશે.આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં સહાયરૂપ થવા સાથે તેમની આત્મનિર્ભરતા વધારવાનો છે.

સહાયક સાધનો મળતા તેઓ રોજિંદા કાર્યો સરળતાથી કરી શકશે અને સમાજમાં સન્માનપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીઓની અગાઉથી નોંધણી કરી જરૂરી માપદંડ મુજબ પસંદગી કરવામાં આવી છે. કેમ્પમાં નિષ્ણાતોની ટીમ દ્વારા સ્થળ પર માર્ગદર્શન અને ફિટિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જેથી લાભાર્થીઓને યોગ્ય સાધન મળે અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકે.આ પ્રકારના કેમ્પો સરકારની સમાવેશી વિકાસની નીતિને મજબૂત બનાવે છે. દિવ્યાંગજનો માટે સહાય અને સન્માન બંને જરૂરી છે, અને આ આયોજન તેમની જીવનયાત્રામાં નવી આશા અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે. જિલ્લા તંત્રએ લાભાર્થીઓને સમયસર હાજર રહી કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande