

પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર પીજીવીસીએલ સર્કલ દ્વારા 40 કરોડનો વેરો ઘટાડવા આજે 410 ટિમ મેદાને ઉતારી હતી બે અથવા વધારે બિલ બાકી હોય તે ગ્રાહકોને ટાર્ગેટ કરી આજે ધડાધડ વહેલી સવારથી વીજ કનેક્શન કાપવાની થઈ રહી છે આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી જેમાં 2749 ગ્રાહકોના કનેક્શન કાપી 3 કરોડ 3 લાખની વસુલાત કરી પોરબંદર પીજીવીસીએલ એ રેકોર્ડે સજર્યો હતો.
સૌરાષ્ટ્ર સહીત પોરબંદરમાં જિલ્લામાં આજે 25 ફેબ્રુઆરીના રોજ મેગા વીજ કનેક્શન કટ કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાની જો વાત કરીએ તો પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ પોરબંદર જિલ્લા ઉપરાંત માંગરોળ અને કેશોદ તાલુકામાં પણ સમાવેશ થાય છે. પોરબંદર પીજીવીસીએલ સર્કલ હેઠળ કુલ 58551 વીજ ગ્રાહકોના 40 કરોડના બીલો બાકી છે. પીજીવીસીએલના 40 કરોડના બાકી લ્હેણાં અન્વયે પોરબંદર સર્કલ હેઠળ કુલ 410 ટિમો મેદાને ઉતારવામાં આવી હતી. આજે 25 ફેબ્રુઅરીના રોજ સવારે 9 કલાકથી ધડાધડ પોરબંદર જિલ્લાના રહેણાંક વિસ્તારોના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. અને આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહી હતી જેમાં પોરબંદર શહેર ગ્રામ્ય માંગરોળ અને કેશોદ ડિવિઝન મળી કુલ 58551 ગ્રાહકોમાંથી 2749 ગ્રાહકોના વૌજ જોડાણ કાપવામાં આવ્યા હતા જે પૈકી ટોટલ કલેક્શન 3 કરોડ 3 લાખ જેવું એક જ દિવસમાં કરી પોરબંદર પીજીવીસીએલ સર્કલે રેકોર્ડ સજર્યો છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે.
પોરબંદર પીજીવીસીએલના જણાવ્યા મુજબ જે ગ્રાહકોના બે કે તેથી વધુ બિલ બાકી હતા તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરી વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા છે.પોરબંદર પોજીવીસીએલ હેઠળ આવતા ડિવિઝનમાં રૂપિયા 1000 થી વધુ બાકી હોય તેવા 17750 ગ્રાહકો છે જેના બીલો બાકી છે. પીજીવીસીએલ દ્વારા આગામી દિવસોમાં પણ આ કામગીરી લ્હેણાં ઘટાડવા માટે ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya