પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો પ્રારંભ સોમવારે સવારે 10 વાગ્યે એસ.એસ.સી.માં ગુજરાતી વિષયની પરીક્ષા સાથે થયો હતો. સમગ્ર રાજ્યની સાથે Patan જિલ્લામાં પણ શાંતિપૂ
પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ


પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ


પાટણ જિલ્લામાં બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ


પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો પ્રારંભ સોમવારે સવારે 10 વાગ્યે એસ.એસ.સી.માં ગુજરાતી વિષયની પરીક્ષા સાથે થયો હતો. સમગ્ર રાજ્યની સાથે Patan જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ રહી છે.

પાટણ જિલ્લામાં ધોરણ 10માં 18,630 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, જ્યારે પ્રથમ દિવસે 16,668માંથી 16,312 હાજર રહ્યા અને 356 ગેરહાજર રહ્યા હતા. એચ.એસ.સી. સહકાર પંચાયતમાં 112માંથી 107 હાજર અને 5 ગેરહાજર રહ્યા હતા. સવારના સત્રમાં એકપણ કોપી કેસ નોંધાયો નથી.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14 કેન્દ્રો પર 10,367 અને વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો પર 1,721 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બપોરે 3 વાગ્યે વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષા યોજાનાર છે.

વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બી.એમ. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અને સાકરથી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ બોલપેન અને ચોકલેટ આપવામાં આવ્યા હતા.

જિલ્લાની તમામ પરીક્ષા શાળાઓમાં સીસીટીવી કેમેરા હેઠળ દેખરેખ રાખવામાં આવી રહી છે. ગાંધીનગર અને પાટણની સ્કોડ ટીમો દ્વારા પણ સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બેગ, બુટ, ચપ્પલ અને મોજાં પરીક્ષા ખંડની બહાર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી પરીક્ષા સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે યોજાઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande