
પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)Gujarat Secondary and Higher Secondary Education બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાનો પ્રારંભ થયો છે. સિદ્ધપુર શહેર અને તાલુકાના તમામ કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે તેમજ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
સિદ્ધપુરની M P High School સિદ્ધપુર ખાતે પરીક્ષાના પ્રારંભે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક, ગુલાબ અને સાકરથી મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ કૌશલ જોશી સહિત આગેવાનો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને બોલપેન અને ચોકલેટ આપી ઉત્સાહ વધાર્યો હતો.
પરીક્ષા કેન્દ્રોની બહાર પ્રથમ દિવસે વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પરીક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે વિદ્યાર્થીઓની બેગ, બુટ, ચપ્પલ અને મોજાં બહાર રાખવાની વ્યવસ્થા કરાઈ હતી તેમજ ગાંધીનગર અને પાટણની સ્કોડ ટીમો દ્વારા પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ