



પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર મેરીડીન મલ્ટિપ્લેક્સ સિનેમા માં “શતક” ફિલ્મના સ્પેશ્યલ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર ભાજપના 70 થી વધુ કાર્યકરોએ “શતક” ફિલ્મ સાથે મળી નિહાળી હતી.
આ માટે પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. “શતક” ફિલ્મ વિશે કાર્યકરો એ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં સંઘના સ્થાપક અને માર્ગદર્શક વ્યક્તિત્વોને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમા ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવરાવ ગોળવલકર નો સમાવેશ થાય છે. સાથે જ લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓનું પણ ચિત્રણ જોવા મળે છે.
સ્વતંત્રતા આંદોલનથી લઈને આપાતકાલ સુધીના ભારતના નિર્ણાયક સમયગાળામાં સંઘની ભૂમિકાની ઝલક દર્શાવવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક આશિષ મોલ છે અને નિર્માતા વિર કપૂર છે. નિર્માતાઓ અનુસાર, 1875 થી 1950 વચ્ચે અસ્તિત્વમાં આવેલા અનેક આંદોલનોમાં આરએસએસ એકમાત્ર એવું સંગઠન છે, જેણે કોઈ વિઘ્ન વિના પોતાની યાત્રા અવિરત રીતે આગળ વધારી છે. ફિલ્મની ટેગલાઈન “ન રોકાયા, ન થાક્યા, ન ઝુક્યા” આ અડગ સંકલ્પ અને સતત પ્રયત્નનું પ્રતિક છે. “શતકઃ સંઘના 100 વર્ષ' ને નિસ્વાર્થ સ્વયંસેવકોની પેઢીઓને સમર્પિત એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ રાષ્ટ્ર નિર્માણ, સામૂહિક સેવા અને સંઘની વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેથી દરેક લોકો એ આ ફિલ્મ જોવા જેવું જોઈએ તેમ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya