
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના બોખીરા તુબંડા વિસ્તારમાં આવેલા આવાસ યોજનામા ચાલતા જુગાર પર પોલીસ દરોડો પાડી પાંચ મહિલા સહિત છ લોકોને ઝડપી લીધા હતા પોરબંદરના બોખીરયા તુંબડા વિસ્તારમાં આવલા આવાસ યોજનામા બ્લોક નં-49ના રૂમ નં-29મા ચાલતા જુગાર પર ઉદ્યોગનગર પોલીસે દરોડ પાડી જુગાર રમી રહેલા વિષ્ણુ રાહાભાઈ શિયાળ, દક્ષાબેન નિલેષભાઈ લોઢારી, શાંતાબેન ધનજીભાઈ ઝેબર, રતનીબેન મુળજીભાઈ પવનીયા,જયશ્રીબેન નરેન્દ્રભાઈ કોટીયા અને લક્ષ્મીબેન નારણભાઇ માલમને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.19,300નો મુદામાલ કબ્જે કરી તેમની સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya