સર ટી. હોસ્પિટલ ભાવનગરમાં 21 નવજાત દીકરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત વધામણા કિટ વિતરણ.
ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સર ટી હોસ્પિટલ ખાતે તાજેતરમાં જન્મ થયેલ નવજાત દીકરીઓના પરિવારજનો માટે પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત કુલ 21 નવજાત દીકરીઓને દીકરી વધામણા કિટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો
કીટ વિતરણ


ભાવનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) સર ટી હોસ્પિટલ ખાતે તાજેતરમાં જન્મ થયેલ નવજાત દીકરીઓના પરિવારજનો માટે પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી હતી. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત કુલ 21 નવજાત દીકરીઓને દીકરી વધામણા કિટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમનો હેતુ સમાજમાં દીકરીના જન્મને ઉજવણીરૂપ બનાવવાનો અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં માતા-પિતાને વધામણા પાઠવવામાં આવ્યા. દીકરી વધામણા કિટમાં નવજાત માટે જરૂરી પ્રાથમિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી માતા અને બાળકીની સંભાળ વધુ સારી રીતે થઈ શકે. પરિવારજનોમાં આ પ્રસંગે આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.આ સાથે જ રાજ્ય સરકારની “વ્હાલી દીકરી” યોજનાની IEC પત્રિકા પણ પરિવારોને આપવામાં આવી.

યોજનાની વિગતવાર માહિતી આપી માતા-પિતાને સમજાવવામાં આવ્યું કે દીકરીના શિક્ષણ અને ભવિષ્ય માટે સરકાર વિવિધ સહાય અને પ્રોત્સાહન આપે છે. દીકરીઓના જન્મથી લઈ તેમના અભ્યાસ સુધી આ યોજનાઓ મહત્વપૂર્ણ આધારરૂપ બને છે. સમાજમાં દીકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવો સમયની માંગ છે. આવી પહેલોથી લિંગ સમતુલા જાળવવામાં અને દીકરીઓને સમાન તક આપવામાં મદદ મળશે.હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજીને “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવશે. દીકરી એ ઘરનું ગૌરવ અને દેશનું ભવિષ્ય છે – આ સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande