પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના તાળાં તોડવાની ફરિયાદમાં ધીમી પોલીસ તપાસ
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ હોવાનુ મનાઈ રહ્યુ છે કારણ કે પોરબંદર પોલીસ કોઈ પણ ચમરબંધીને છોડતી નથી માથાભારે ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી કરી છે હાલ પોરબંદર શહેરમા શાંતિનો માહોલ જોવા મળી રહ્યો
ચેમ્બર ઓફ કોમર્સના તાળાં તોડવાની ફરિયાદમાં ધીમી પોલીસ તપાસ.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ હોવાનુ મનાઈ રહ્યુ છે કારણ કે પોરબંદર પોલીસ કોઈ પણ ચમરબંધીને છોડતી નથી માથાભારે ગેંગ સામે ગુજસીટોકની કાર્યવાહી કરી છે હાલ પોરબંદર શહેરમા શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસની કામગીરી સૌકોઈ બિરદાવી રહ્યા છે.પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડવાના પ્રકરણમા પોલીસની ઢીલી નીતીને લઇ હવે શહેરમાં ચર્ચાઓનો શરૂ થઇ છે.

મહાશિવરાત્રિના દિવસે ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ સામે આવ્યો હતો ચેમ્બરના પીટીઆર મુજબના ટ્રસ્ટીઓએ ઓફિસનો કબ્જો કરી લીધો હતો ટ્રસ્ટીઓએ અન્ય કર્મચારી પાસે ચાવી હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ હાલના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ એવુ જણાવ્યુ હતુ કે ચેમ્બરના તાળા તોડવામા આવ્યા છે. તાળાની ચાવી બનાવતા એક સરદારજીને બોલાવી અને તાળુ ખોલવામા આવ્યુ હોવાના તસ્વીર રૂપના પુરવા સાથે જીજ્ઞેશ કારીયાએ પોલીસમા આઠ લોકો સામે તાળા તોડયાની ફરીયાદ અરજી આપી હતી અને ફરીયાદ નોંધવા માંગ કરી હતી આ ફરીયાદ અરજીને લઇ હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધવામા આવી નથી જેને લઇ પોલીસની કામગીરી ને અનેક સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય રીતે કોઈના મકાન કે ઓફિસમા આ પ્રકારની ઘટના બને ત્યારે પોલીસ તુરંત હરકતમા આવી જતી હોય છે પરંતુ ચેમ્બરના પ્રકરણમા આઠ દિવસ બાદ પણ ફરીયાદ નોંધવામા આવી નથી પોલીસ હજુ ઉંડાણપૂર્વકની તપાસ કરે છે કે કોઈના ઇશારે કામગીરીમા વિલંબ થઇ રહ્યો છે. તેવી ચર્ચાઓ શહેરભરમા થઈ રહી છે. જોકે ફરીયાદ અરજી આપી છે તો તેનો નિકાલ કઈ રીતે પોલીસ કરશે તેની પર સૌકોઈની મીટી મડાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande