છેતરપીંડીના કેશમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.
પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં લાંબા સમય થી ગેઝેટ પ્રસિધ્ધ તેમજ લાલશાહીથી નાસતા કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અન્વયે ઈન્ચાર્જ પોલી
છેતરપીંડીના કેશમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.


છેતરપીંડીના કેશમાં પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.


પોરબંદર, 26 ફેબ્રુઆરી (હિ.સ.)જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાં લાંબા સમય થી ગેઝેટ પ્રસિધ્ધ તેમજ લાલશાહીથી નાસતા કરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અન્વયે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ સાહેબ તથા પોરબંદર શહેરના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.સી. કાનમીયાના માર્ગદર્શન અને રાહદારી હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. એન.ટી.ભટ્ટ તથા પો.કોન્સ. સાજન રામશીભાઈ તથા વિજય ખીમાભાઇ તથા સુરેશ કિશાભાઈનાઓને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સથી સયુંકત બાતમીરાહે હકીકત મળેલ કે,કમલાબાગ પો.સ્ટે. ગુરન પાર્ટ એ 604/2021 આઈ.પી.સી. .452, 406,420, 114મુજબના ગુન્હાના કામેના છેલ્લા પાંચ વર્ષેથી લાલશાહીથી નાસતો ફરતો આરોપી-સન્નીકુમાર ઉર્ફે સંજય નરેશભાઈ ગુપ્તા(શાહ) રહે.ગોવિંદપુર ગામ મહેશકુટ બજાર તા ગોગડી જી.ખગડીયા રાજય બિહાર હાલ રહે. અમરોલી ચાર રસ્તા ઉતરાન રોડ સુરતવાળો રાજસ્થાન રાજ્યના અજમેર જીલ્લા ખાતે હોય જે હકીકત આધારે કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ. ઈન્સ. જે.એલ.જાડેજા તથા સર્વલન્સ ટીમ ઉપરોકત જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી-સન્નીકુમાર ઉર્ફે સંજય નરેશભાઈ ગુપ્તા(કંસારા) ઉ.વ.32 મુળ રહે ગોવિદપુર ગામ મહેશકુટ બજાર તા. ગોગડી જી.ખગડીયા રાય બિહાર હાલ રહે અમરોલી ચાર રસ્તા ઉતરાન રોડ સુરત રહે. નારાયણનગર સોસાયટી જવાહરનગર નડીયાદ જી. ખેડા ગુજરાત હાલ રહે, ન્યુ અંબાવાડી ધોબીઘાટ અજમેર રાજ્ય રાજસ્થાનવાળો હકિકતવાળી જગ્યાએ મળી આવતા પુછપરછ માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે લાવામા આવ્યો છે અને તેમની પુછપરછ હાથ ધરવામા આવી છે. આ કામગીરી કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર આર.સી.કાનમીયા તથા પો.સબ. ઈન્સ. જે.એલ.જાડેજા તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ ઈન્સ. એ.એ.ડોડીયા તથા એ.એસ.આઈએસ.એ.બકોત્રા તથા પો.હેડ.કોન્સ. એન.ટી.ભટ્ટ તથા બી.પી. માળીયા તથા પો.કોન્સ સાજન રામશીભાઈ તથા સુરેશ કીશાભાઈ તથા વિજય ખીમાભાઇ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા યુ.પો કોન્સ. દક્ષાબેન ગીજુભાઈ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande