બાબાપુર ગામે PMKSY WDC 2.0 અંતર્ગત કોટન ની વાટો બનાવવાની તાલીમ યોજાઈ
અમરેલી,, 26 ફેબ્રુઆરી (હિ.સ.) PMKSY WDC 2.0 કૅપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના પ્રોજેક્ટ-2 હેઠળ બાબાપુર ગામે કપાસની વાટો બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને કપાસ પાકમાં યોગ્ય ખેતી પદ્ધતિ અપન
બાબાપુર ગામે PMKSY WDC 2.0 અંતર્ગત કોટન ની વાટો બનાવવાની તાલીમ યોજાઈ


અમરેલી,, 26 ફેબ્રુઆરી (હિ.સ.) PMKSY WDC 2.0 કૅપેસિટી બિલ્ડીંગ કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકાના પ્રોજેક્ટ-2 હેઠળ બાબાપુર ગામે કપાસની વાટો બનાવવાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને કપાસ પાકમાં યોગ્ય ખેતી પદ્ધતિ અપનાવવા, પાણીનું સંરક્ષણ કરવા તથા ઉત્પાદન વધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતો અને પ્રોજેક્ટ ટીમ દ્વારા ખેડૂતોને કપાસના પાક માટે વાટો બનાવવાની યોગ્ય પદ્ધતિ, અંતર જાળવવાની રીત અને જમીન સંરક્ષણના ઉપાયો વિશે વિગતવાર સમજ આપવામાં આવી. વાટો બનાવવાથી સિંચાઈનું પાણી યોગ્ય રીતે વપરાય છે, જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને પાકની વૃદ્ધિ સારો થાય છે તે અંગે પણ માહિતી આપવામાં આવી.

તાલીમ દરમિયાન પ્રયોગાત્મક દેખાવ દ્વારા ખેડૂતોને ખેતરમાં વાટો બનાવવાની પ્રક્રિયા સમજાવવામાં આવી, જેથી તેઓ પોતાના ખેતરમાં સરળતાથી આ પદ્ધતિ અપનાવી શકે. સાથે સાથે માટી અને પાણી સંરક્ષણ સાથે જોડાયેલા વિવિધ ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ તાલીમથી ખેડૂતોમાં વૈજ્ઞાનિક ખેતી પ્રત્યે જાગૃતિ વધી છે અને કપાસના પાકમાં આધુનિક તથા પાણી બચતવાળી પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande