જામનગર-રાજકોટ હાઇવે પર 'હિટ એન્ડ રન' ના બે બનાવ : 1 મહિલા સહિત 2 વ્યક્તિના કરૂણ મૃત્યુ
જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગર-રાજકોટ હાઇવે રોડ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને જુદા-જુદા બે બનાવમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલા સહિત બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર રાજક
અકસ્માત


જામનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) :જામનગર-રાજકોટ હાઇવે રોડ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને જુદા-જુદા બે બનાવમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલા સહિત બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જે અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર રાજકોટ હાઇવે રોડ પર મોડપર ગામના પાટીયા પાસે બન્યો હતો. ધ્રોલ તાલુકાના દેડકદડના રહેવાસી રંભીબેન માધાભાઈ સાડમિયા નામના 70 વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ એક દુકાનેથી ઘર વખરીનો સામાન ખરીદ કરીને પોતાના ઘેર પરત જવા માટે મોડપર ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલ જી.જે.3 પીડી 8567 નંબરની ફોરવહીલના ચાલકે તેઓને હડફેટમાં લઈ લીધા હતા. જેથી ગંભીર ઇજા થવાના કારણે તેઓનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર ધીરુભાઈ માધાભાઈએ કારના ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો બીજો બનાવ જામનગર-લાલપુર ધોરી માર્ગ પર ધરમપુર ગામના પાટીયા પાસે બન્યો હતો. જ્યાં બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જઈ રહેલા પોરબંદર પંથકના વતની દેશુરભાઈ જીવાભાઇ મોરી (50) ને કોઈ અજાણ્યા ફોરવ્હીલના ચાલકે અડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું છે.

મૃતકના પત્ની રંભીબેન દેશુરભાઈ મોરીએ લાલપુર પોલીસ મથકનો સંપર્ક સાધી, ફરિયાદ નોંધાવતા ધ્રોળના પીએસઆઇએ મૃતદેહનો કબજો સંભાળી આ અકસ્માતમાં વધુ તપાસ હાથ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande