રાંદેરમાં ઘરની બારીમાંથી પ્રવેશ કરી અજાણ્યો ઈસમ મોબાઈલ ચોરી પલાયન
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના રાંદેર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાત્રિના સમયે ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરની બારીમાંથી મોબાઈલ ચોરી પલાઈન થઈ ગયો હતો. જેથી તેમણે રાંદેર પોલ
રાંદેરમાં ઘરની બારીમાંથી પ્રવેશ કરી અજાણ્યો ઈસમ મોબાઈલ ચોરી પલાયન


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના રાંદેર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા અને ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રાત્રિના સમયે ઘરે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેમના ઘરની બારીમાંથી મોબાઈલ ચોરી પલાઈન થઈ ગયો હતો. જેથી તેમણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે મૂળ યુપીના ગોરખપુર જિલ્લાના વતની અને સુરતના રાંદેર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલ પ્રશાંત નગર સોસાયટીમાં રહેતા દીપ નારાયણ શિવરાજ યાદવ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 11/2/2026 ના રોજ રાત્રે 3:00 વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેમના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરની બારીમાંથી અંદર પ્રવેશ કરી રૂપિયા 25,000 ની કિંમત નો મોબાઇલ ચોરી કરી અજાણયો ઈસમ પલાઈન થઈ ગયો હતો. જેથી આ મામલે ગતરોજ દીપ નારાયણ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 25 હજારની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande