
ભાવનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ હેલિપેડ ખાતે આગમન થતાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમનને લઈ વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાયો હતો. હેલિપેડ પર મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહી તેમનું અભિવાદન કર્યું હતું.મુખ્યમંત્રીની સાથે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય આગેવાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના આ મુલાકાત કાર્યક્રમને પગલે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હેલિપેડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ સ્થાનિક આગેવાનો સાથે ટૂંકી ચર્ચા કરી વિકાસલક્ષી કાર્યો અંગે માહિતી મેળવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત જનસમુદાયમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT