ભાવનગરમાં રહેતા મહિલા ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ ભાડે આપી સારી એવી આવક મેળવી રહ્યા છે.
બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) હાલના સમયમાં મહિલાઓ પોતાના નાનાં-મોટાં વ્યવસાય શરૂ કરીને આવક મેળવી આત્મનિર્ભર બની રહી છે.સરકારની સહાય યોજનાઓના કારણે મહિલાઓ માટે વ્યવસાય શરૂ કરવો હવે વધુ સરળ બન્યો છે. આજે ઘણી મહિલાઓ પોતાના શોખને વ્યવસાયમાં ફેરવીને વ
મહિલા


બોટાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) હાલના સમયમાં મહિલાઓ પોતાના નાનાં-મોટાં વ્યવસાય શરૂ કરીને આવક મેળવી આત્મનિર્ભર બની રહી છે.સરકારની સહાય યોજનાઓના કારણે મહિલાઓ માટે વ્યવસાય શરૂ કરવો હવે વધુ સરળ બન્યો છે. આજે ઘણી મહિલાઓ પોતાના શોખને વ્યવસાયમાં ફેરવીને વ્યવસાય કરતા હોય છે.ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ ઘરઆધારિત ઉદ્યોગો થકી ઘરની જવાબદારીઓ સંભાળતા-સંભાળતા મહિલાઓ પોતાના સમય મુજબ કામ કરીને આવક મેળવી રહ્યા છે.સરકાર દ્વારા પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. સખી મંડળ, સ્વ-સહાય જૂથો આ ઉપરાંત તાલીમ દ્વારા મહિલાઓને ઉત્પાદનની ગુણવત્તા, પેકેજિંગ, માર્કેટિંગ અને હિસાબ-કિતાબની સમજ મળે છે, જેના કારણે તેમનો વ્યવસાય વધુ મજબૂત બને છે.

ભાવનગરમાં રહેતા પ્રીતિબેન નામના મહિલા જે અગાઉ ઘરકામ જ કરતા હતા પરંતુ પોતાને પહેલેથી જ ડેકોરેશનની અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવાનો શોખ હતો જેથી પાંચ વર્ષ પહેલાં તેઓ સખી મંડળની બહેનો સાથે જોડાયા અને હાલ તેઓ અલગ અલગ પ્રકારની ડેકોરેશનની વસ્તુઓ જેનો ઉપયોગ લગ્ન દરમિયાન આ ઉપરાંત અન્ય પ્રસંગોમાં થતો હોય તે વસ્તુઓ તૈયાર કરી છે આ તમામ વસ્તુઓ તેઓ ભાડા ઉપર આપી રહ્યા છે આ ભાડા થકી તેઓ 10,000 કરતાં પણ વધુની આવક મેળવી રહ્યા છે.

આ અંગે ભાવનગર શહેરમાં વસતા પ્રીતિબેને જણાવ્યું કે હું અગાઉ ઘરકામ કરતી હતી પરંતુ મેં જોયું કે અન્ય મહિલાઓ હાલ સખી મંડળ સાથે જોડાઈને પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરી તેમાંથી આવક મેળવી પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે જેથી હું સખી મંડળ સાથે જોડાઈ અને હાલ છાપ ડેકોરેશન, લગ્ન પ્રસંગે સુશોભન માટેની અલગ અલગ વસ્તુઓ વગેરે તૈયાર કરી રહી છું. તમામ વસ્તુઓ હું મારી હસ્તકલા નો ઉપયોગ કરીને તૈયાર કરી રહી છું જેનું હું વેચાણ નહીં પરંતુ આ તમામ વસ્તુઓ ભાડા ઉપર આપું છું અને હાલ ખાસ તો લગ્ન સિઝન છે તો આ સિઝન દરમિયાન અલગ અલગ વસ્તુઓની ખાસ માંગ રહેલી છે.

પાંચ વર્ષ પહેલા હું સખી મંડળ સાથે જોડાઈ અને આ અલગ અલગ પ્રકારની ડેકોરેશનની વસ્તુઓ બનાવવાની શરૂઆત મેં કરી હતી. આમ પણ મને પહેલેથી જ આ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાનો શોખ હતો. હું જે વસ્તુઓ ભાડા પર આપી રહી છું તેની કિંમત 200 રૂપિયાથી શરૂ થઈ રહી છે આ ઉપરાંત અલગ અલગ ટ્રે જે સુશોભન માટે વપરાય છે તેનું અલગ અલગ ભાડું રહેલું છે. જેમાં ટ્રેન, એકસરખી છ ટ્રે નો સેટ, ડોલી, ઢીંગલી, આ ઉપરાંત લગ્નમાં હલ્દી શેરેમની ટ્રે, મહેંદી રસમ ટ્રે જેવી તમામ પ્રકારની વસ્તુઓ મેં જાતે તૈયાર કરી છે અને તેને હું ભાડા ઉપર આપી રહી છું.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande