સુરતના ઉતરાણમાં દારૂ ભરેલી ટ્રક સાથે ચાર મહિલા બુટલેગર સહીત છ ઝડપાયા, 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના ઉતરાણ વિસ્તારમાં માનસરોવર સોસાયટી પાસે પોલીસે વોચ ગોઠવી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે દારૂનો જથ્થો લાવનાર ચાર મહિલા તથા એક યુવક સહિત કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને બે વ્યક્તિને વોન્ટેડ
Arrest


સુરત, 26 ફેબ્રુઆરી (હિ.સ.): શહેરના ઉતરાણ વિસ્તારમાં માનસરોવર સોસાયટી પાસે પોલીસે વોચ ગોઠવી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. આ સાથે જ પોલીસે દારૂનો જથ્થો લાવનાર ચાર મહિલા તથા એક યુવક સહિત કુલ છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે દારૂ તથા તમામ મુદ્દામાલ સાથે રૂપિયા 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉતરાણ પોલીસને બાતમી મળી હતી કે વાપી વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરી એક ટ્રક સુરત આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઉત્તરાણ પોલીસે કઠોર ગામ માનસરોવર સોસાયટીના ગેટ નંબર 2 ની સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમ વર્ણન વાળો ટ્રક નંબર (GJ-01-HT-5176)નજરે પડતા જ પોલીસે તેમને અટકાવી તલાસી લીધી હતી. ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 540 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક સુનિલ ઉર્ફે ગુડ્ડુ ભુનેશ્વર યાદવ (રહે. ગામ દુર્જનપુર થાના:-બક્શી તળાવ જી.લખનઉ ઉ.પ્ર), તથા બુટલેગર ત્રિલોકીક શીવરામ યાદવ (રહે.ગામ હેદરાબાદ થાના:-ધુમતેર જી.બારબંકી ઉ.પ્ર), વિધવા મહિલા સુધાબેન ઉર્ફે સલમાબેન બાબુભાઇ ઇમામુદિન શેખ (રહે. કુભારીયા ગામ રજપુત ફળીયુ તા.ચૌર્યાસી જી.સુરત), મીનાબેન ઉર્ફે મુન્ની મનોજભાઇ નાયકા (રહે. જલાપોર ગામ મહાદેવ ફળીયુ તા.પુનેશ્વર જી.નવસારી), વિધવા મહિલા સુશીલાબેન ભરતભાઇ પટેલ (રહે.મફતનગર ભાઢ્ઢી ફળીયુ લસકાણા સુરત), વિધવા મહિલા ઉષાબેન ઉર્ફે કાવલી જયેશભાઇ પટેલ (રહે. નવાગામ કોલોની બારગાળા તા.કામરેજ જી.સુરત)ની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો આપનાર ખુરાનાને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે રૂપિયા 10 લાખનો ટ્રક, રૂપિયા 2.63 લાખનો દારૂ, રોકડા રૂપિયા 3000, મોબાઈલ નંગ 6 મળી કુલ રૂપિયા 12.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande