જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મળશે વેગ: માંગરોળ અને વંથલી CHC ને નવી BLS એમ્બ્યુલન્સ ફાળવાઈ
જુનાગઢ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપ
જૂનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મળશે વેગ:


જુનાગઢ, 26 ફેબ્રુઆરી (હિ.સ.)

જુનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલી ને ફાળવામાં આવેલ BLS (બેઝીક લાઈફ સપોર્ટ) એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ એ લીલી ઝંડી આપી હતી.

જુનાગઢ જિલ્લામાં આરોગ્ય સેવાઓ વધુ મજબુત બને અને વધુ અસરકારક રીતે તાત્કાલીક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે માટે સરકારની યોજનાના અનુસંધાને સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને અંદાજીત રૂપીયા ૩૨ લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે.જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબીત થશે.

આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન સોમતભાઈ વાસણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અલ્પેશ સાલ્વી અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande