
ગાંધીનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાતની સરહદ અત્યંત સંવેદનશીલ છે અને ત્યાં આપણા જવાનોને સતત વીજળી આપવી એ આપણી પ્રાથમિક ફરજ બને છે.કચ્છની બોર્ડર પર હવામાનની દુર્ગમ અસરોને લીધે ઓવરહેડ વીજ વાયરો અને થાંભલા કટાઈ/ખવાઈ જાય છે તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં વીજ વાયરો અને થાંભલાઓ પડી જવાને કારણે BSFના જવાનોને વીજ વિક્ષેપની સમ્સ્યાઓનો સામનો કરવો પડે છે.
આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સંવેદનશીલ સરહદ પરની બોર્ડર આઉટ પોસ્ટ્સ (BOPs) ને ઓવરહેડ વીજ વાયરોની જગ્યાએ નવીન ટેકનોલોજીવાળા એલીવેટેડ કેબલ ઉપયોગમાં લેવામાં આવશે અને BSFને સાતત્યપૂર્ણ વીજ પૂરવઠો પાડવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ