
ગીર સોમનાથ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના વી.સી.હોલમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળી સંલગ્ન વિભાગોને સમસ્યાઓના સમાધાન માટે માર્ગદર્શિત કર્યા હતાં.
અરજદારો દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ દૂર કરવા બાબત, છેતરપિંડી, રસ્તાનું દબાણ, કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય, નડતરરૂપ અવરોધ દૂર કરવા બાબત, ખેતર વચ્ચે રસ્તો બનાવવા સહિતના પોતાના પ્રશ્નો, રજૂઆતો, માંગણી તથા સમસ્યાઓને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ વ્યક્તિગત રીતે રજૂ કર્યા હતા. નિવાસી અધિક કલેક્ટરદ્વારા દરેક અરજદારની રજૂઆતોને કેન્દ્રમાં રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સમયમર્યાદામાં બહોળા સમૂહને સ્પર્શતી તેમજ વ્યક્તિગત સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવા દિશાનિર્દેશો આપ્યાં હતાં.
આ સ્વાગત કાર્યક્રમમાં ઉના પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા સહિત આરોગ્ય, જેટકો, માર્ગ અને મકાન વિભાગ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ