
ગાંધીનગર,26 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્યના વિકાસ અને નાગરિકોની વધતી વીજ માંગને ધ્યાનમાં રાખી, સાતત્યપૂર્ણ, સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જાળવવો અત્યંત આવશ્યક બન્યો છે
આ પહેલથી રાજ્યના નાગરિકોને તેમજ આવશ્યક સેવાઓ જેવીકે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, પાણી પુરવઠા, બસ સ્ટેશન, પોલીસ સ્ટેશન વગેરેને વિક્ષ્રેપ રહિત અને વિશ્વસનીય વીજ પૂરવઠો અવિરતપણે મળી રહેશે.
આ પહેલથી પાવર વિક્ષેપોમાં ઘટાડો થશે.શહેરી ગીચ વિસ્તારોમાં વધુ સુરક્ષિત તથા વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત થશે.આ મિશનથી ખુલ્લા વાયરોથી થતા વીજ અકસ્માતોને નિવારવામાં પણ ઘણી મદદ મળશે.ગુજરાતને વધુ સુવ્યવસ્થિત તથા સ્માર્ટ શહેરી રાજ્ય તરીકે આગળ ધપાવશે.
રાજ્યને કોમનવેલ્થ અને ઓલમ્પિક રેડી બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરેલ છે, જે અંતર્ગત તબક્કાવાર તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ‘‘વાયર ફ્રી સીટી’’ માં રૂપાંતરિત કરવામાં આવશે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ