સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત મહાવિદ્યાલય વેરાવળ ખાતે પાંચ દિવસીય કાર્યશાળા આયોજન
ગીર સોમનાથ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આર્થિક સહાયથી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત મહાવિદ્યાલય વેરાવળ ખાતે પાંચ દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ મહોદયના મા
સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત મહાવિદ્યાલય


ગીર સોમનાથ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આર્થિક સહાયથી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત મહાવિદ્યાલય વેરાવળ ખાતે પાંચ દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ મહોદયના માર્ગદર્શન હેઠળ (કુલસચિવ મહેશ કુમાર મેંતરાની ઉપસ્થિતિમાં પ્રો.વિનોદકુમાર ઝા, ડૉ.ધીરેન્દ્ર મિશ્રા તથા પ્રણવ ગોગટેની ઉપસ્થિતિમાં પ્રાત: દશ કલાકે કાર્યશાળાનું ઉદ્ઘાટન સત્રના પ્રારંભમાં દીપપ્રજવલન થી તથા વેદ મંત્રોના ઘોષ થી પ્રારંભ થયો. ત્યારબાદ ડૉ. પ્રિયંકાબેન દ્વિવેદી કે જે આ કાર્યક્રમની સંચાલિકા છે જેમણે કાર્યક્રમનો દોર આગળ તરફ સોંપતા ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા ગુરુજી દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું, ત્યારબાદ ઉપસ્થિત અતિથિમહાનૂભવો નું પુષ્પગુચ્છ તથા શાલ વગેરે દ્વારા સ્વાગત કર્યું ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન (વ્યાકરણ વિષયના અધ્યક્ષ) પ્રો. વિનોદ કુમાર ઝા દ્વારા થયું. ત્યારબાદ અધ્યક્ષ એવા કુલપતિનું પ્રવચન પ્રારંભ થયું, કુલપતિ પ્રો. સુકાંતકુમાર સેનાપતિજી એ સંસ્કૃત ભાષાનું મહત્વ તથા સંસ્કૃતભાષાની આવશ્યકતા વિષયે વાત કરી. તેમજ સંસ્કૃતસંભાષણ કૌશલવર્ધિની કાર્યશાળાની મહત્તા તથા ભારતીય હોવાનું ગર્વ અપાવતું પ્રવચન આપ્યું, ત્યાર બાદકુલસચિવ મહેશકુમાર મેતરા મહોદય એ માર્ગદર્શનાત્મક પ્રવચન આપ્યું. ત્યારબાદ અધ્યાપિકા અમિષાબેન દવે દ્વારા આભારવિધિ કરવામાં આવી. અને સંચાલિકા અને ( સંયોજિકા )એવા પ્રિયંકાબેન દ્વિવેદી દ્વારા સંચાલન કરાયાબાદ કલ્યાણ મંત્રો દ્વારા કાર્યક્રમની પૂર્ણતા કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande