સુરતમાં 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો પ્રારંભ
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘માય ભારત’ સુરત દ્વારા 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા
સુરતમાં 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમન


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા ગૃહ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ‘માય ભારત’ સુરત દ્વારા 17મા જનજાતીય યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા નક્સલ પ્રભાવિત રાજ્યોમાંથી આશરે 250 જનજાતીય યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા છે. આ યુવાનો ગુજરાતના વિકાસ, સંસ્કૃતિ અને આતિથ્યનો અનુભવ કરશે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારના યુવાનોને વિકાસની મુખ્યધારામાં જોડવાનો અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત બનાવવાનો છે. ગોવિંદભાઈ ધોળકિયાએ યુવાનો સાથે સંવાદ કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કર્યા, જ્યારે મથુરભાઈ સવાણીએ જળસંચય અને આરોગ્ય ક્ષેત્રે પોતાના અનુભવો શેર કરીને સામાજિક જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ગૌરાંગ દાસજી અને ચેમ્બર ઓફ કોમર્સના ગ્રુપ ચેરમેન મનીષ કાપડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. માય ભારત-સુરતના ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી, જેમાં સુરતના ઉદ્યોગો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતનો સમાવેશ છે.

કાર્યક્રમના આયોજનમાં ભાવનગરના જિલ્લા યુવા અધિકારી ભૂપેન્દ્રસિંહ ગિલ અને પ્રોગ્રામ સુપરવાઈઝર ચંદ્રકાંત બક્ષી સહયોગ આપી રહ્યા છે. સાથે જ CRPF અને અન્ય દળોના એસ્કોર્ટ્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande