સિદ્ધપુરમાં હોળી-ધૂળેટી પૂર્વે રંગો અને પિચકારીઓની ધમાલ
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા સિદ્ધપુરના બજારો રંગીન બન્યા છે. પિચકારી અને રંગોના સ્ટોલ્સ પર ગ્રાહકોની અવરજવર વધી રહી છે. આ વર્ષે ઇલેક્ટ્રિક લાઇટવાળી પિચકારી, મલ્ટી ફુવારાવાળી ગન અને હર્બલ રંગોની નવી વેરાયટી બાળકો
સિદ્ધપુરમાં હોળી-ધૂળેટી પૂર્વે રંગો અને પિચકારીઓની ધમાલ


પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા સિદ્ધપુરના બજારો રંગીન બન્યા છે. પિચકારી અને રંગોના સ્ટોલ્સ પર ગ્રાહકોની અવરજવર વધી રહી છે. આ વર્ષે ઇલેક્ટ્રિક લાઇટવાળી પિચકારી, મલ્ટી ફુવારાવાળી ગન અને હર્બલ રંગોની નવી વેરાયટી બાળકો અને યુવાનોમાં ખાસ આકર્ષણ બની છે.

બજારમાં ₹30 થી ₹500થી વધુ કિંમતની 60થી વધુ પ્રકારની પિચકારીઓ ઉપલબ્ધ છે. વોટરગન, કાર્ટૂન ડિઝાઇન, એરગન અને ટેન્ક આકારની પિચકારીઓ બાળકોમાં વધુ લોકપ્રિય છે. રંગોમાં ₹10 થી ₹60 સુધી હર્બલ અને પાકા કલર સરળતાથી મળી રહ્યા છે, જેમાં હર્બલ ગુલાલનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે.વેપારી રોહિતમનુભાઈ પટ્ટણીએ જણાવ્યું કે આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે 20% વધારો થયો છે અને કેટલાક વેપારીઓએ ખરીદી ઓછી કરી છે. હાલમાં ઘરાકી સામાન્ય કરતાં ઓછી છે, છતાં વેપારીઓને તહેવાર નજીક આવતાં વેચાણ વધવાની આશા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande