શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય રંગોત્સવનું આયોજન.
બોટાદ,7 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લામાં આવેલ પવિત્ર ધામ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 3 માર્ચના રોજ ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણિમાના પાવન દિવસે યોજાનાર આ દિવ્ય રંગોત્સવને લઈને મ
હનુમાનજી મંદિર


બોટાદ,7 ફેબ્રુઆરી (હિ.સ.) બોટાદ જિલ્લામાં આવેલ પવિત્ર ધામ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 3 માર્ચના રોજ ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણિમાના પાવન દિવસે યોજાનાર આ દિવ્ય રંગોત્સવને લઈને મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દર વર્ષે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાતો આ ઉત્સવ આ વર્ષે વધુ ભવ્ય અને આકર્ષક બનશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મંદિર પરિસરમાં સંતો અને લાખો હરિભક્તો એક સાથે દાદાના રંગે રંગાઈ જશે. આ અનોખા રંગોત્સવ માટે ખાસ સાત પ્રકારના અંદાજે 51 હજાર કિલો ઓર્ગેનિક રંગોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રથમ દાદાને અર્પણ કરવામાં આવશે અને બાદમાં ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવશે. પ્રેશર મશીનો દ્વારા આકાશમાંથી વરસતા રંગો ભક્તોમાં અદભૂત આનંદ અને ઉમંગ જગાવશે.ઉત્સવ દરમિયાન નાસિક ઢોલના ગજતાં તાલે સમગ્ર પરિસર ગૂંજી ઊઠશે.

સંતોના સાનિધ્યમાં ભક્તો રાસ-ગરબા અને ભક્તિગીતોની રમઝટ સાથે રંગોત્સવની મોજ માણશે. સુરક્ષા અને સુવિધા માટે મંદિર ટ્રસ્ટ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી લાખો ભક્તો શાંતિપૂર્ણ રીતે ઉત્સવમાં જોડાઈ શકે.આ રીતે સાળંગપુર ધામ ખાતે યોજાનાર રંગોત્સવ ભક્તિ, આનંદ અને એકતાનો અનોખો સંદેશ આપતો પાવન પ્રસંગ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande