લિંબાયત પોલીસે ખંડણી તથા મારામારીના ગુનાના આરોપીને યુપીથી ઝડપી પાડ્યો
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને મારામારીના ગુનાને અંજામ આપી વોન્ટેડ ચાલી રહેલા આરોપીને ઝડપી પાડવામાં આખરે લીંબાયત પોલીસને સફળતા મળી છે.પોલીસે ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. મિલકત સબં
લિંબાયત પોલીસે ખંડણી તથા મારામારીના ગુનાના આરોપીને યુપીથી ઝડપી પાડ્યો


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી અને મારામારીના ગુનાને અંજામ આપી વોન્ટેડ ચાલી રહેલા આરોપીને ઝડપી પાડવામાં આખરે લીંબાયત પોલીસને સફળતા મળી છે.પોલીસે ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો.

મિલકત સબંધી તથા શરીર સબંધી ગુનામાં નાસતા-ફરતા આરોપી શોધી કાઢવા બાબતે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ કે.એચ. ચૌધરીનાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક-આઉટ કરતા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાજણ કાનાભાઈ તથા યુવરાજસિંહ રાજુભાઇ નાઓને 2005થી વોન્ટેડ ખંડણી તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી વિષે ચોક્કસ બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસની એક ટીમ ઉત્તરપ્રદેશના ફતેહપુર ખાતે પહોંચી હતી અને ત્યાંના હથગાવ ખાતેથી આરોપી નાસીર અબરાર સિધિકી (શેખ) ની ધરપકડ કરવામાં આવી હતી.ત્યાર બાદ આરોપીને સુરત ખાતે લાવીને તેની પુછપરછ કરવામાં આવી હતી ત્યારે આરોપીનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ ખુલ્યું હતું અને તેની વિરુદ્ધમાં લીંબાયત પોલીસ મથકમાં જ ચોરી સહિત ચાર ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande