



પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજ્યમાં પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ છે સુરતની રીજીયોનલ પાસપોર્ટ ઓફિસ (RPO) ને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોરબંદરની પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ ઓફિસને પણ તાત્કાલીક ખાલીક રવામા આવી હતી અને પોલીસ દ્રારા સઘન ચેંકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ.
સુરતની આ ધમકી બાદ રાજકોટ રિજિયોનલ ઓફિસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે,જેના અંતર્ગત રાજ્યની તમામ પાસપોર્ટ ઓફિસો અને જ્યાં પાસપોર્ટની કામગીરી ચાલતી હોય તેવી તમામ પોસ્ટ ઓફિસો તાત્કાલિક ધોરણે બંધ કરાવવાના આદેશ અપાયા છે.આ આદેશના પગલે પોરબંદરની હેડ પોસ્ટ ઓફિસમાં પણ કામકાજ રોકી દેવાયું છે. સુરક્ષાના કારણોસર પોસ્ટ ઓફિસનું સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને પણ આ અંગે તાત્કાલિક જાણ કરી દેવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ અને તંત્ર દ્વારા લેવાયેલા પગલાં અંગે પોરબંદર પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટ રતિલાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડી કચેરીથી આગામી સુચના મળ્યા બાદ કામગીરી શરુ કરવામાં આવશે પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામા આવતા પોરબંદર એલસીબી, ઓસઓજી અને કમલબાગ પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તુરંત પાસપોર્ટ ઓફિસ ખાતે દોડી ગયા હતા અને સધન ચેકીંગ હાથ ધર્યુ હતુ.
પાસ પોર્ટ કચેરી પોસ્ટ ઓફિસ ખાતે જ કાર્યરત હોવાના કારણે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો જોકે તકેદારીના ભાગરૂપે તુરંત ઓફિસ ખાલી કરવામા આવી હતી. આ બનાવને લઈ શહેરભરમાં ભારે ચર્ચા જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya