બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.
બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાની પી.ટી.સી. કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં દિવ્યાંગજનો
કેમ્પ યોજાયો


બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લાની પી.ટી.સી. કોલેજ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા એલીમેમ્કો તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના CSR ફંડથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રાજ્ય (IOCL GSO)ની સી.એસ.આર. યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ અંગ તથા સહાયક ઉપકરણોના વિતરણ અંગેના આ કાર્યક્રમમાં 41 મોટર ચાલિત ટ્રાઇસાઇકલ, 107 ટ્રાઇસાઇકલ, 39 વ્હીલચેર, 218 બૈસાખી, 58 છડી, 17 સુગમ્ય કેન, 14 રોલેટર, 5 બ્રેઇલ કીટ, 1 ફોલ્ડિંગ બ્રેઇલ કેન, 41 ટી.એલ.એમ. કીટ, 46 બી.ટી.ઈ. ડિજિટલ પ્રકાર શ્રવણ યંત્ર, 42 કૃત્રિમ અંગ સહિતના સાધનોની સહાય કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં સરકાર સતત કામ કરી રહ્યી છે. દેશભરમાં દિવ્યાંગ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લગભગ એક વર્ષ અગાઉ દિવ્યાંગજનોના સાચા મૂલ્યાંકન અને જરૂરિયાતોને સમજી શકાય તે હેતુથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 2700 ૦ જેટલા દિવ્યાંગજનોનું સફળતાપૂર્વક એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગજનોની લાગણીઓ અને જરૂરિયાતોને સમજતા સરકાર દ્વારા સાધન સહાય સતત વધારવામાં આવી રહી છે. દિવ્યાંગ સાધન સહાયમાં અગાઉની તુલનામાં લગભગ ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે આ સાધન સહાય વિતરણ કેમ્પમાં પણ ૩૧૫ દિવ્યાંગજનોને રૂ.44,38,717 કિંમતના 629 સાધન સહાય વિતરિત કરાયા હતા. ધારાસભ્ય મહંત શંભુભાઈ ટુંડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના દિવ્યાંગજનોને જીવન જીવવામાં સરળતા રહે તે માટે દિવ્યાંગ સાધન સહાય ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

આજના કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટ્યથી કરી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, આઈ.ઓ.સી.એલ.ના જનરલ મેનેજરએસ.જે.જાડેજા, ALIMCOના મેનેજર મૃદુલ અવસ્થી, અગ્રણી મયુર પટેલ, પાલજીભાઈ, સુખદેવ ધમાલિયા સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande