ભાવનગર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊંચા ભાવ 1520 સુધી રહ્યા.
ભાવનગર ,7 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની ઝણસનું વેચાણ કરવા
યાર્ડ


ભાવનગર ,7 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની અલગ અલગ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા ખેડૂતોને ભાવ પણ સારા મળ્યા હતા ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ આસપાસના અનેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની ઝણસનું વેચાણ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે આજે 36 ગાંસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 848 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધીની રહ્યા હતા. આ સાથે જ આજે નારિયલ ના 26853 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 504 રૂપિયાથી 2335 રૂપિયા સુધી પ્રતિમાણે ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડમાં રહ્યો હતો.

આ સાથે જ આજે યાર્ડમાં 175 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી-32 નો ભાવ 1191 થી લઈને 1348 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી-39 નો ભાવ 955 રૂપિયાથી લઈને 1312 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મગફળી જી-20 નો ભાવ 1250 રૂપિયાથી 1499 રૂપિયા સુધી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભાવ આજે રહ્યો હતો. જ્યારે ઘઉં ટુકડાના 2185 કટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 431 રૂપિયાથી 537 રૂપિયા સુધી રહ્યા હતા.

આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી ના 61046 કટ્ટા આનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 281 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે સફેદ ડુંગળી એક્સપોર્ટ નો ભાવ 281 રૂપિયાથી 412 સુધી રહ્યો હતો. જ્યારે તલ સફેદ નો ભાવ 801 રૂપિયા થી લઈને 1900 સુધી રહ્યો હતો જ્યારે કાળા તલનો ભાવ 1800 રૂપિયા થી 2199 સુધી રહ્યો હતો અને 38 કટ્ટા તેની આવક નોંધાઈ હતી.આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 940 થી 1034 રૂપિયા સુધી રહ્યો હતો 709 કટ્ટા ચણા નું વેચાણ આજે કરવામાં આવ્યો હતો.જ્યારે આજે જુવારના 112 કટ્ટા નું વેચાણ કરવામાં આવ્યું હતું જેના ભાવ 600 થી 969 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે સોયાબીની આવક નોંધાઈ હતી તેના ભાવ 958 રૂપિયાથી 1010 રૂપિયા સુધી રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande