
ભાવનગર,7 ફેબ્રુઆરી (હિ.સ.)રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે, રમત સંકૂલ ખાતે પે એન્ડ પ્લે યોજના અમલમાં હોય જેમાં ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે.સરદાર પટેલ રમત સંકૂલ ભાવનગર ખાતે લોન ટેનિસ રમતમાં તાલીમ મેળવી રહેલ ખેલાડી તીર્થરાજ. વી. નિસરતા જે તાજેતરમાં ગુજરાત સ્ટેટ ટેનીસ એસોસીએશન દ્વારા અલગ અલગ જિલ્લામાં ટેનીસ રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં તા. ૧૭ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપન વય જુથમાં મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમા પ્રથમ સ્થાન મેળવેલ હતું તેમજ તા. ૨૪ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપન વય જુથમાં મેન્સ સિંગલ્-પ્રથમ અને મેન્સ ડબલ્સમાં દ્વિતીય સ્થાન મેળવેલ હતું અને તા. ૦૬ થી ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ અમદાવાદ ખાતે આયોજન કરેલ હતું જેમાં મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ પ્રથમ સ્થાન મેળવેલ છે. તે બદલ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ભાવનગર તરફથી ટેનિસ ખેલાડી તીર્થરાજ નિસરતા ને અભિનંદન પાઠવવામા આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT