બરવાળા-સાળંગપુર રોડ પર બેલા ગામ નજીક કાર અકસ્માત, મોટી દુર્ઘટના ટળી
બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : બરવાળા-સાળંગપુર રોડ પર બેલા ગામ નજીક કારનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કાર
અકસ્માત કાર


બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : બરવાળા-સાળંગપુર રોડ પર બેલા ગામ નજીક કારનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, કાર ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અકસ્મતમાં કારને આગળનો ભાગ નુકસાન પામ્યો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદરૂપ બન્યા હતા. સ્થાનિકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં સહાય કરી હતી.

પ્રાથમિક તારણ મુજબ, કારની ઝડપ વધુ હોવા અથવા રસ્તાની પરિસ્થિતિને કારણે ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બરવાળા-સાળંગપુર માર્ગ પર ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે, તેથી આવા અકસ્માતો મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ માર્ગ સુરક્ષા અંગે સાવચેતી રાખવા અને વાહન હંકારતી વખતે ઝડપ નિયંત્રિત રાખવાની અપીલ કરી છે. આ બનાવથી એકવાર ફરી સાબિત થયું છે કે થોડું બેદરકારી પણ અકસ્માતનું કારણ બની શકે છે. સાવચેત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી આવી દુર્ઘટનાઓને ટાળી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande