ચંદ્રશેખર આઝાદનો 95મો શહીદદિન શાનભેર મનાવાયો
અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ચંદ્રશેખર આઝાદના 95મા શહીદદિન નિમિત્તે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યૂથ ઓર્ગેનાઈઝેશન અને નાગરિક સેવા સંકલન સમિતિ દ્વારા આઝાદ ગાર્ડન, હિમ્મતલાલ પાર્ક, અમદાવાદ ખાતે સવારે શ્રદ્
ચંદ્રશેખર આઝાદનો 95મો શહીદદિન શાનભેર મનાવાયો


અમદાવાદ,27 ફેબ્રુઆરી (હિ.સ.) ચંદ્રશેખર આઝાદના 95મા શહીદદિન નિમિત્તે ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન, ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક યૂથ ઓર્ગેનાઈઝેશન અને નાગરિક સેવા સંકલન સમિતિ દ્વારા આઝાદ ગાર્ડન, હિમ્મતલાલ પાર્ક, અમદાવાદ ખાતે સવારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બગીચામાં સવારે ચાલવા આવતા નાગરિકોએ ચંદ્રશેખર આઝાદની છબિવાળા બેજ પહેર્યા હતા અને આઝાદની પ્રતિમાને ફૂલો અર્પણ કર્યા હતા. AIDYOના સેક્રેટરી જયેશ પટેલ, AIDSOના ભાવિક રાજા તથા નાગરિકોએ વિવિધ ક્રાંતીગીતો ગાઈને ચંદ્રશેખર આઝાદની શહીદીને યાદ કરી હતી.

ગુલામ દેશમાં પણ આઝાદ તરીકે જીવ્યા અને શહીદ થયા એવા ચંદ્રશેખર આઝાદના અન્યાય, શોષણ, જુલમ સામે અવાજ ઉઠાવવાના જોમ-જુસ્સાની આજે પણ એટલી જ જરૂરિયાત છે એવી જયેશભાઈએ સહુને અપીલ કરી હતી. ચંદ્રશેખર આઝાદ અમર રહોના નારા સાથે કાર્યક્રમ પૂરો થયો હતો

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande