
ગીર સોમનાથ 27 ફેબ્રુઆરી (હિ.સ.)
જિલ્લાના ઈણાજ ગામની સગર્ભા મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ કર્મચારીઓ દ્વારા પ્રસુતિની પીડા વધુ થતા એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી કંચન જાદવે જણાવ્યું હતું કે, ઈણાજ ગામની મહિલાને પ્રસુતિની પીડા થતી હોવાનો કોલ મળતા જ પાયલોટ અભિષેક સોલંકી સાથે સ્થળ પર પહોંચી મહિલાને હોસ્પિટલ લઈ જતા હતાં. તે સમયે મહિલાને પ્રસુતિની પીડા અસહનીય બનતા રસ્તામાં જ કુશળતાપૂર્વક જરૂરી સારવાર આપી મહિલાની સુરક્ષિત પ્રસુતિ કરવામાં આવી હતી અને મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
બાળક જન્મ સમયે રડ્યું ન હતું જેથી ચિંતા થઈ હતી પરંતુ ઇએમટીની કુશળતા અને શીર્ષ અધિકારીના માર્ગદર્શન અને સહયોગથી બાળક અને માતા બંનેને સારી સારવાર આપી જીવ બચાવી વધુ સારવાર માટે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.આ કામગીરી બદલ ૧૦૮ એમ્બ્યુલન્સના અધિકારીવિસ્તૃત જોશી અને આકાશભાઈ દ્વારા એમ્બ્યુલન્સ સ્ટાફની પ્રશંસા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ