
ગાંધીનગર,27 ફેબ્રુઆરી (હિ.સ.) સરકાર દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપધ્ધતિથી બનેલ વિવિધ આવાસ યોજના જેમ કે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી., એમ.આઇ.જી., હરીફાઇ(કોમ્પો.), કેશલોન આવાસોના લાભાર્થીઓએ મૂળ હપ્તાની ચૂકવવાની બાકી રકમ પર ચડેલ દંડનીય વ્યાજમાં 100 ટકા માફી આપવા બાબતની યોજનાને મંજુરી આપવામાં આવેલ છે. જે 31 જાન્યુઆરી,2026 થી છ મહિના સુધી લાગુ રહેશે.
અત્યાર સુધીમાં અંદાજિત 142 લાભાર્થીઓએ મુદલની રકમ 40,31,394 ભરી 3,16,96,832 જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. જેથી મુદત પૂરી થાય તે પહેલા લાગુ પડતા બાકીના લાભાર્થીઓને બોર્ડની તમામ બાકી મૂળ હપ્તાની રકમ પૂરેપૂરી ભરપાઇ કરી દંડનીય વ્યાજમાં 100 ટકા માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
આ યોજનાની મુદત પૂર્ણ થાય ત્યાં સુધીમાં જે લાભાર્થીઓ મૂળ હપતાની બાકી રકમ ભરપાઈ કરશે નહિં, તેમને મુદત પૂર્ણ થયા બાદ દંડનીય વ્યાજમાં માફી આપવામાં આવશે નહિં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ