થરાદ-હિંમતનગર બસ સેવા ફરી શરૂ થતાં વિઠોડા ગામમાં ખુશીની લાગણી
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) દિવાળીના સમયથી બંધ રહેલી થરાદ-હિંમતનગર બસ સેવા ફરી શરૂ થતાં ખેરાલુ તાલુકાના વિઠોડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આનંદની લાગણી વ્યાપી છે. બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને રોજબરોજ મુસાફરી કરતા લોકોને ભારે હા
થરાદ-હિંમતનગર બસ સેવા ફરી શરૂ થતાં વિઠોડા ગામમાં ખુશીની લાગણી


થરાદ-હિંમતનગર બસ સેવા ફરી શરૂ થતાં વિઠોડા ગામમાં ખુશીની લાગણી


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) દિવાળીના સમયથી બંધ રહેલી થરાદ-હિંમતનગર બસ સેવા ફરી શરૂ થતાં ખેરાલુ તાલુકાના વિઠોડા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આનંદની લાગણી વ્યાપી છે. બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને રોજબરોજ મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને દૂરના ગામોમાં રહેતા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી મુશ્કેલ બનતી હતી.

આ બસ પાલનપુર, વડગામ, બળાદ, ખેરાલુ અને ઇડર થઈને પસાર થાય છે, જે અનેક ગામોને પરસ્પર જોડે છે. બસ ફરી શરૂ થતા વિઠોડા ગામના ગ્રામજનોએ બસનું ફુલહાર અને કંકુ-તિલકથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. ડ્રાઈવર અને કંડક્ટરને ભગવાન શ્રી રામની મૂર્તિ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુસાફરોએ થરાદ ડેપો અને સંબંધિત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. નિયમિત મુસાફરી કરતા લોકોએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. વારંવાર રજૂઆતો અને અરજીઓ બાદ તંત્રએ મુસાફરોની સમસ્યાને ગંભીરતાથી લઈને બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેને લઈ ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande