સંસદ ભવનમાં OBC કલ્યાણ સમિતિની બેઠકમાં ONGC કોન્ટ્રાક્ટ કામદારોના મુદ્દે મયંક નાયકની રજૂઆત
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે ‘કમિટી ઓન વેલ્ફેર ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ (2025-26) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગુજરાતના રાજ્યસભા સાંસદ મયંક નાયકે ONGCમાં કાર્યરત હજારો કોન્ટ્રાક્ટ આધારિત કામદારોના સામ
સંસદ ભવનમાં OBC કલ્યાણ સમિતિની બેઠકમાં ONGC કોન્ટ્રાક્ટ કામદારોના મુદ્દે મયંક નાયકની રજૂઆત


સંસદ ભવનમાં OBC કલ્યાણ સમિતિની બેઠકમાં ONGC કોન્ટ્રાક્ટ કામદારોના મુદ્દે મયંક નાયકની રજૂઆત


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે ‘કમિટી ઓન વેલ્ફેર ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ (2025-26) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ગુજરાતના રાજ્યસભા સાંસદ મયંક નાયકે ONGCમાં કાર્યરત હજારો કોન્ટ્રાક્ટ આધારિત કામદારોના સામાજિક અને આર્થિક હિતોના પ્રશ્ને ધારદાર રજૂઆત કરી હતી.

સાંસદ નાયકે વર્ષોથી પડતર રહેલી કામદારોની માંગણીઓ પર પ્રકાશ પાડતા “સમાન કામ, સમાન વેતન”ના સિદ્ધાંતને અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કાયમી કર્મચારીઓ જે કામ કરે છે તે જ પ્રકારનું કામ કરનાર કોન્ટ્રાક્ટ કામદારોને સમાન વેતન અને સુવિધાઓ મળવી જોઈએ.

આ ઉપરાંત કામદારો અને તેમના પરિવારો માટે પૂરતી મેડિકલ સુવિધા અને વ્યાપક આરોગ્ય વીમાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. ઓઈલ ફિલ્ડ જેવા જોખમી વિસ્તારોમાં કામ કરતા શ્રમિકો માટે આધુનિક સુરક્ષા સાધનો અને પાયાની સવલતો ઉપલબ્ધ કરાવવા પણ ભાર મૂકાયો હતો.

રજુઆત બાદ સમિતિએ બેઠકમાં હાજર ONGCના ઉચ્ચ અધિકારીઓને પ્રશ્નોનું તાત્કાલિક અધ્યયન કરી કામદારોના હિતમાં સકારાત્મક પગલાં લેવા સૂચના આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande