કડી APMCમાં તુવેર અને એરંડાની મબલક આવક, ખેડૂતોમાં ઉત્સાહ
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) કડી APMCમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન કઠોળ અને એરંડાની નોંધપાત્ર આવક નોંધાઈ છે. છેલ્લા 15 દિવસથી માર્કેટમાં દરરોજ અંદાજે 1,000થી 1,500 બોરી તુવેરની આવક થઈ રહી છે, જે અગાઉના વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે
કડી APMCમાં તુવેર અને એરંડાની મબલક આવક, ખેડૂતોમાં ઉત્સાહ


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) કડી APMCમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન કઠોળ અને એરંડાની નોંધપાત્ર આવક નોંધાઈ છે. છેલ્લા 15 દિવસથી માર્કેટમાં દરરોજ અંદાજે 1,000થી 1,500 બોરી તુવેરની આવક થઈ રહી છે, જે અગાઉના વર્ષોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. ચાલુ વર્ષે તુવેરના ભાવ રૂ.1,100થી રૂ.1,605 સુધી બોલાયા હતા. એરંડાના ભાવ રૂ.1,225થી રૂ.1,321 અને રાયડાના ભાવ રૂ.941થી રૂ.1,241 સુધી રહ્યા હતા.

ફેબ્રુઆરીના 26 દિવસમાં તુવેરની કુલ 27,522 બોરી, એરંડાની 78,045 બોરી, મઠની 6,111 બોરી અને રાયડાની 17,063 બોરીની આવક નોંધાઈ છે. કઠોળની આવક બે થી ત્રણ ગણી વધતાં માર્કેટ યાર્ડમાં ચહલપહલ જોવા મળી રહી છે.

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જોટાણા, બેચરાજી, માંડલ અને વિરમગામ તાલુકાના ખેડૂતો પણ પોતાની જણસી વેચવા કડી APMCમાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે ખાસ કરીને તુવેરની મબલક આવક નોંધાતા વેપારીઓ અને ખેડૂતો બંનેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધતી આવકને પગલે માર્કેટ યાર્ડમાં ખરીદી-વેચાણની પ્રક્રિયા તેજ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande