વાંચશે મહેસાણા, આગળ વધશે મહેસાણા: અદ્યતન લાઇબ્રેરીથી યુવાનોને નવી દિશા
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના યુવાનો માટે પ્રેરણાદાયી પહેલરૂપે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાશક્તિ અને સિવિક સેન્ટર ખાતે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિ
વાંચશે મહેસાણા, આગળ વધશે મહેસાણા: અદ્યતન લાઇબ્રેરીથી યુવાનોને નવી દિશા


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા શહેરના યુવાનો માટે પ્રેરણાદાયી પહેલરૂપે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહાશક્તિ અને સિવિક સેન્ટર ખાતે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર અભ્યાસ માટે ઉત્તમ માહોલ મળે તે હેતુસર આ લાઇબ્રેરી સજ્જ કરવામાં આવી છે.

લાઇબ્રેરીમાં શાંતિપૂર્ણ અને જ્ઞાનપ્રેરક વાતાવરણ સાથે વિશાળ વાંચન હોલ, પૂરતું લાઇટિંગ, આરામદાયક બેઠકો અને સ્વચ્છ વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ એકાગ્રતાપૂર્વક લાંબા સમય સુધી અભ્યાસ કરી શકે તે માટે આધુનિક સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વિવિધ વિષયોની પુસ્તકો, સંદર્ભ ગ્રંથો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાયું છે.

આ પહેલથી શહેરના યુવાનોમાં વાંચનની સંસ્કૃતિ વિકસશે અને તેઓ પોતાના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. “વાંચશે મહેસાણા, આગળ વધશે મહેસાણા”ના સંકલ્પ સાથે શહેરને જ્ઞાનનું કેન્દ્ર બનાવવા મહાનગરપાલિકા પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande