

મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ (મિલન) અને મુખ્ય રવિકાન્ત બી. પટેલની સૂચના મુજબ નગરપાલિકાની સેનીટેશન શાખાની ટીમ દ્વારા શહેરના તમામ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિસ્તારોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન મુખ્ય માર્ગો, ગટરો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારમાં વિશેષ સફાઈ કરવામાં આવી હતી. કચરાના યોગ્ય નિકાલ સાથે શહેરની વિઝિબલ ક્લીનલિનેસ વધુ મજબૂત બને તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા એકત્રિત કચરાને તાત્કાલિક દૂર કરી સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ સર્જવાની કામગીરી હાથ ધરાઈ હતી.
નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા અને કચરો નિર્ધારિત સ્થળે જ નાખવા અપીલ કરવામાં આવી છે. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા માટે આવી સઘન કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR