સિદ્ધપુર-સરસ્વતીમાં ₹24.90 કરોડના નવા માર્ગો મંજૂર
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ₹24.90 કરોડના ખર્ચે 12 નવા માર્ગોના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યો પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના
સિદ્ધપુર-સરસ્વતીમાં ₹24.90 કરોડના નવા માર્ગો મંજૂર


સિદ્ધપુર-સરસ્વતીમાં ₹24.90 કરોડના નવા માર્ગો મંજૂર


પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધા મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ₹24.90 કરોડના ખર્ચે 12 નવા માર્ગોના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યો પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પ્રયાસોથી શક્ય બન્યા છે.

આ પ્રોજેક્ટ હેઠળ કુલ 17 કિલોમીટર લાંબા 12 માર્ગો બનાવવામાં આવશે, જેમાં 11 નિયમિત રોડ અને એક ખાસ કિસ્સામાં મંજૂર કરાયેલ મુખ્ય માર્ગનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા તમામ કામો માટે જોબ નંબર જાહેર કરી દેવાયા છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે.

સિદ્ધપુર તાલુકામાં વિહતપુરા મંદિર એપ્રોચ રોડ (₹160 લાખ), ધનપુરા-વાઘરોલ એપ્રોચ રોડ (₹100 લાખ), નાગવાસણ-ભાઠાપરા રોડ (₹230 લાખ), વરસિલા-ઇન્દિરાનગર લિંક રોડ (₹100 લાખ), લવારા-ગણેશપુરા રોડ (₹130 લાખ) અને પાટણ હાઈવે થી ખળી પ્રાથમિક શાળા સુધીનો સીસી રોડ (₹70 લાખ) મંજૂર કરાયા છે.

સરસ્વતી તાલુકામાં લક્ષ્મીપુરા-સાણોદરડા રોડ (₹220 લાખ), કોઈટા ગામે જહુપુરા-વનવીરપુરા લિંક રોડ (₹230 લાખ), સરાવલ્લીપુરા-ચમનપુરા રોડ (₹210 લાખ) અને કિમ્બુવા માતાજી મંદિરથી કોટાવડ રોડ (₹390 લાખ) માટે રકમ ફાળવાઈ છે.

વનાસણથી હિસોર હરસિદ્ધ માતાજી મંદિર સુધીના મહત્વના માર્ગ માટે ખાસ કિસ્સામાં ₹6.5 કરોડની મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમયથી પ્રલંબિત આ માંગ પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande