એલસીબી મહેસાણાની કાર્યવાહી: 3.34 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપી
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાની ટીમે અમદાવાદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમ્યાન બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ રૂ. 3,34,000નો
એલસીબી મહેસાણાની કાર્યવાહી: 3.34 લાખના ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપી


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) મહેસાણાની ટીમે અમદાવાદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમ્યાન બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ રૂ. 3,34,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે શંકાસ્પદ વાહનોની તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને નંબર પ્લેટના આધારે તપાસ આગળ વધારતા આરોપીઓ સુધી પહોંચી શકાયું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ચોરાયેલા બે વાહનો સહિત અન્ય પુરાવા કબજે કરાયા છે.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અમદાવાદ જિલ્લામાં અલગ-અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.

આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande